અમારી શાળાની જીવંત ક્ષણો કેમેરાની નજરે

19 માર્ચ, 2025

પ્રિ વોકેશનલ ગાઈડન્સ સેમિનાર

 ભાઈલાકૂઈ પ્રાથમિક શાળા..

નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત વ્યવસાયિક શિક્ષણના વિકાસ સંદર્ભે 

પ્રિ વોેશનલ ગાઈડન્સ સેમિનાર 

ભાગ 2 

- બ્યુટીફિકેશન એન્ડ  બ્યુટી કેર 

- હેર આર્ટ એન્ડ પ્રોફેશનલ મહેંદી મેકીંગ 

ગત તારીખ 17/03/25 ને  સોમવારે ભાઈલાકૂઈ પ્રાથમિક શાળામાં ધોરણ છ થી આઠ ની દીકરીઓ માટે પ્રિ વોેશનલ પ્રોગ્રામ અંતર્ગત પ્રોફેશનલ બ્યુટી પાર્લર તથા પ્રોફેશનલ હેર આર્ટિસ્ટ દ્વારા બંને વ્યવસાયો ના ડેમોસ્ટ્રેશન, બિઝનેસ સ્ટ્રેટેજી, ઇન્કમ ,ટ્રેનીંગ અને તેના દ્વારા મહિલાઓના આત્મનિર્ભર બનવા તરફના એક સુંદર પ્રયાસનું શાળા પરિવાર દ્વારા આયોજન કરવામાં આવ્યું.

જેમાં તજજ્ઞ તરીકે  કપડવંજ ના જુલીબેન રાજેન્દ્રભાઈ પટેલ (એક્સપર્ટ ઈન બ્યુટીફિકેશન, ટ્રેઈન્ડ બાય બેસ્ટ બ્યુટી કેર ઈન્સ્ટીટ્યુટ "સી.એસ ક્રીએટીવ સલૂન" અમદાવાદ) ને બોલાવવામાં આવેલ. જેમણે દીકરીઓને વર્તમાન સમયમાં ખૂબ સારી આજીવિકા મેળવી આપનાર આ વ્યવસાય વિશે ઊંડાણપૂર્વક ચર્ચા કરી. જેમાં આ વ્યવસાયમાં ટ્રેનિંગ ક્યાં મળે ? કેટલો સમય ? કેવી રીતે ? કેટલી ફી ? ના ખર્ચ દ્વારા મેળવાય છે,તેની ચર્ચા કરી.સાથે સાથે આ કોર્સમાં શું શું શીખવવામાં આવે છે, તેની પણ ચર્ચા કરી. બ્યુટીફીકેશનમાં ખાસ જુદી જુદી સ્કીન ટોન મુજબ તેને તૈયાર કરવાની પદ્ધતિ તેમજ જુદા જુદા પ્રકારની આઈ ડેકોરેશનની ખાસ સમજ આપી હતી.જુદી જુદી કોસ્મેટીક આઈટમો અને બ્યુટીફિકેશનમાં વપરાતા સાધનોની પણ ચર્ચા અને ડેમોસ્ટ્રેશન કર્યા. સાથે એક દીકરીને પ્રોફેશનલ બેઝ પર કેવી રીતે આર્ટિસ્ટ તૈયાર કરે છે તેનો ડેમો પણ કરવામાં આવ્યો.

તો બીજા તજજ્ઞમાં આવી વિસ્તારમાં નામાંકિત બ્યુટી પાર્લર એક્સપર્ટ એવા ચૈતાલીબેન પટેલે વાળની માવજત સાથે પ્રોફેશનલ હેર કટીંગ,જુદી જુદી હેર સ્ટાઈલ હેર સ્ટાઈલ દ્વારા કેશ ગુંફન કલાની સમજ આપી હતી.હેર ક્લીંઝિંગ તથા વાળ સંદર્ભે થતી જુદી જુદી ટ્રીટમેન્ટ,હેર સ્ટ્રેટનિંગ, કર્લી હેર ટ્રીટમેન્ટ, તથા તેની તાલીમ અને આવકની પણ ખાસ ચર્ચા કરી હતી. તો પ્રોફેશનલ મહેંદી આર્ટનું ડેમોસ્ટ્રેશન અને વિવિધ ડિઝાઇનની સમજ તથા વર્તમાન સમયમાં ચલણી ડિઝાઇનોની ચર્ચા કરી હતી. આ સંદર્ભે દીકરીઓને વિવિધ હેર સ્ટાઈલ બનાવી ડેમો કરવામાં આવ્યો પ્રોફેશનલ મહેંદી મેકિંગ દ્વારા દીકરીઓને મહેંદી મુકવાની કળા પણ શીખવવામાં આવી. શાળા દ્વારા બ્યુટીફિકેશન આઈટમ તથા કેસ ગુંફન અને મહેંદી મેકિંગ માટેના જરૂરી સાધનો પૂરા પાડવામાં આવ્યા. શાળા પરિવાર એ બંને બહેનોનો સન્માન અને ઋણ સ્વીકાર કર્યો.







1 માર્ચ, 2025

બાળ વિજ્ઞાન મેળો

 રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી 


આજરોજ તા 28/02/25 ભાઈલાકૂઈ પ્રાથમિક શાળા દ્વારા રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી નિમિત્તે બાળ વૈજ્ઞાનિકો માં રહેલી જીજ્ઞાશા અને સંશોધનવૃત્તિને પ્રોત્સાહન આપવા માટે શાળાએ પોતાનો વિજ્ઞાન મેળો યોજ્યો. જેમાં બાળ વૈજ્ઞાનિકો દ્વારા 60 1 જેટલા લો કોસ્ટ  મોડલ તથા વિજ્ઞાન વિષય સંદર્ભિત ચાર્ટસ  માહિતી દરેક જગ્યાએ વૈજ્ઞાનિક નિયમ કામ કરે છે તે અમારા બાળકોએ બખૂબી રીતે વર્ણવી બતાવ્યું. જલોયા ક્લસ્ટરના સીઆરસી શ્રી રમેશભાઈ પટેલ તથા વાઘજીપુર ક્લસ્ટરના સી.આર.સી શ્રી શૈલેષભાઈ પટેલે ખાસ મુલાકાત લઈ બાળકોને પ્રોત્સાહિત કર્યા, તો રતનપુરા પ્રાથમિક શાળાના શિક્ષકો અને બાળકોએ પણ શાળાના વિજ્ઞાન મેળા નો લાભ લીધો. કાભાઈ ના મુવાડા પ્રાથમિક શાળા માંથી મનીષભાઈ પટેલ સાહેબે ખાસ મુલાકાત લીધી. આ તમામ વિજ્ઞાન મેળાના મોડેલ્સ ની તૈયારી કરાવનાર શાળાના ગણિત વિજ્ઞાન વિષયના શિક્ષિકાબેન શ્રી નિમ્મીબેન ભાવસારની સખત મહેનત અને સચોટ માર્ગદર્શન ઊડીને આંખે વળગે તેવું હતું. બાળકોએ ખૂબ મહેનતથી તમામ મોડેલોનું સર્જન જાતે શાળા કક્ષાએ કર્યું છે. શાળા પરિવાર વતીથી બાળકો માટે શાક પુરીનું પ્રીતિ ભોજન ગોઠવાયું. શાળાના તમામ સ્ટાફ મિત્રોએ ખડે પગે રહી આ સફળ વિજ્ઞાન મેળાનું આયોજન કરવા બદલ શાળાના આચાર્યશ્રી એ સમગ્ર ટીમને અભિનંદન આપ્યા. બાળ વૈજ્ઞાનિકોને ખાસ અભિનંદન પાઠવ્યા.