અમારી શાળાની જીવંત ક્ષણો કેમેરાની નજરે

31 જુલાઈ, 2025

યાદગાર મુલાકાત

 ઍન્ટીક લૉક કલેકશન ..એક અદભુત મુલાકાત..

આજે ભાઈલાકૂઈ પ્રાથમિક શાળાના ધોરણ 5 થી 8 ના બાળકોને નજીકના જ ગામ હમીરપુરા (કપડવંજ)ખાતે શ્રી ધર્માભાઈ પટેલના ઍન્ટીક તાળા, ઘડિયાળ,જુના સંગીતના સાધનોના સંગ્રહને નિહાળ્યો.ભારતના યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે પણ આ તાળા સંગ્રહ નિહાળેલ..સાત ચાવી વાળુ..42 કિલોગ્રામ વજન વાળું તાળું..તથા 3500 જેટલા ખંભાતી તાળા તથા એક હજારથી વધુ તાળા અને 300 જેટલા દેશી વિદેશી કળશ..વજનિયા થી ચાલતી ઘડિયાળ..સર જમશેદજી તાતાની દુર્લભ તસ્વીર..ખરેખર આવા રસિક વ્યક્તિઓ પાસે વારસો સચવાઈને બેઠો છે...બાળકોના મુખ પર એક એક જુની વસ્તુઓ જોઈને આશ્ચર્યના ભાવ સ્પષ્ટ છલકાતા જોવા મળ્યા..બાળકોને વારસા સાથે અવગત કરાવવાનો આ નાનકડો પણ સફળ પ્રયત્ન રહ્યો.આ  મુલાકાત બિલકુલ નિઃશુલ્ક.. અને છેલ્લે એમના તરફથી તમામ બાળકોને ચોકલેટ ખવરાવવામાં આવી..










10 જુલાઈ, 2025

અનોખી બાળસંસદ ચૂંટણી

 અનોખી બાળસંસદ ચૂંટણી 


ભાઈલાકૂઈ પ્રાથમિક શાળા તેની પ્રવૃત્તિઓ થકી રાજ્ય કક્ષાએ ખ્યાતના મેળવી રહી છે. લોકશાહીના મૂલ્યો શાળા કક્ષાએથી જ બાળકોમાં વિકશે તથા એક જવાબદાર નાગરિક તરીકે, જવાબદાર વિદ્યાર્થી તરીકે તે શાળા, ગામ અને રાજ્ય તથા રાષ્ટ્રને સમર્પિત થાય તેવા ઉમદા ઉદ્દેશથી સરકારશ્રી દ્વારા શાળા કક્ષાએ બાળ સંસદની ચુંટણી પ્રક્રિયા થકી રચના કરાવવામાં આવે છે. મોટેભાગે આ ચૂંટણી બેલેટ અથવા મોબાઈલ એપ્લિકેશનથી થતી હોય છે. જેમાં ઘણા બધા કાગળો વેડફાય છે. આ પરિસ્થિતિને લઈ ભાઈલાકૂઈ પ્રાથમિક શાળાએ આ ચૂંટણીમા અનોખી રીતે બેલેટની જગ્યાએ છોડ આપી બાળકો પાસે મતદાન કરાવડાવ્યું. આખી પ્રક્રિયા આબેહૂબ ચૂંટણી પ્રક્રિયાની જેમ ઉભી કરવામાં આવી. જેમાં પ્રમુખ ચુંટણી અધિકારી, મતદાન અધિકારી, સુરક્ષાકર્મીઓએ પોતાની ભૂમિકા નિષ્ઠાથી નિભાવી. બાળ સંસદની ચૂંટણીનું જાહેરનામું, પ્રચાર પ્રસાર જોર શોરથી થયા.બાળકોએ પણ એમના મનગમતા નેતાને તેમનું નામ અને ફોટોગ્રાફ ઓળખી છોડરૂપી મત આપ્યા. ચૂંટણી પૂર્ણ થતા જેને સૌથી વધારે છોડ મતરૂપે મળ્યા છે, તે તમામ વિદ્યાર્થીઓને બાળ સંસદની નવી સમિતિ માં સમાવવામાં આવ્યા. ચૂંટણીના અંતે તમામ ઉમેદવારોને જાહેર સન્માન આપવામાં આવ્યું. સાથે સાથે દરેક બાળકને ઘરે પોતાની માતાને નામે વાવવા એક એક છોડ આપવામાં આવ્યો. શાળાએ આ અનોખી ચૂંટણી પ્રક્રિયા થી બાળકોમાં લોકશાહીના મૂલ્યો તો જાગૃત કર્યા જ છે,પરંતુ એની સાથે સાથે પર્યાવરણ પ્રત્યેની જાગૃતિ પણ બાળકોમાં કેળવી છે. આ સમગ્ર બાળ સંસદનું આયોજન કરનાર પર્વતસિંહ ઠાકોર,કમલેશભાઈ વાળંદ તથા કિશનભાઇ પટેલ નું સુક્ષ્મ આયોજન ઉડીને આંખે વળગે તેવું હતુ. શાળાની આ ઉત્તમ પ્રવૃત્તિને ગ્રામજનો તથા શાળા વ્યવસ્થાપન સમિતિ ભાઈલાકૂઈએ બિરદાવી. નવી બાળ સંસદની સમિતિને શાળા પ્રત્યે વધુ જાગૃત બની શાળાનો વિકાસ કરવા માટેની શુભેચ્છાઓ પાઠવવામાં આવી.












ભાષા સંવાદ

 🚨 અંગ્રેજીમા સંવાદ🚨

ખાનગી શાળાઓમા પણ આ સિદ્ધિ જોવા મળશે નહીં, જે આપણી ભાઈલાકૂઈ પ્રાથમિક શાળાના બાળકોની પાસે છે, જે અંગ્રેજી ભાષામાં આત્મવિશ્વાસ સાથે સાહજિક રીતે સંવાદ કરે છે...

ટીમ ભાઈલાકૂઈ દ્વારા બાળકોને અપાઈ રહેલ ગુણવત્તાયુક્ત શિક્ષણના નમુનારૂપ આ વિડીયો ખાસ જોશો....

ધો.8 પ્રશ્નો દ્વારા સંવાદ...

તૈયાર કરનાર શિક્ષક....રીટાબેન






બાળમેળો બન્યો આનંદમેળો

 🌟 ભાઈલાકૂઈ પ્રાથમિક શાળાનો બાળમેળો બન્યો આનંદમેળો💫


બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓ બહાર આવે તથા જ્ઞાનને જીવન વ્યવહારમાં ઉપયોગ કરવા માટે બાળકોને સજ કરવાના આશરે સાથે સરકારશ્રી દ્વારા બાળમેળાનું આયોજન કરવામાં આવ્યું છે.


 જેમાં ભાઈલાકૂઈ પ્રાથમિક શાળા દ્વારા આજરોજ તારીખ 8 જુલાઈ ૨૦૨૫ ને શુક્રવારે સુંદર બાળમેળાનું આયોજન કરવામાં આવ્યું. જેમાં ૧ થી ૫ ધોરણ માટે આનંદ કેન્દ્રીય બાળમેળાનુ આયોજન કરવામાં આવ્યું. જેમાં બાલવાટિકા તથા પહેલા ધોરણના બાળકોએ સુંદર રંગપૂરણી તથા ચિટક કામ કર્યું. તો  ૩ અને ૪ ધોરણના બાળકોએ ચિત્ર દોર્યા ,ચાંદલા ચોંટાડ્યા, પેપર કટિંગ કરી જુદી જુદી ડિઝાઇન બનાવી. કાળી માટીમાંથી હાથી બનાવ્યા. સુકાયેલા કેરીના ગોટલાનો ઉપયોગ કરી સુરખાબ પક્ષી બનાવવામાં આવ્યું.ધોરણ છ થી આઠના બાળકોએ વોટર કલરનો ઉપયોગ કરી થ્રેડિંગ દ્વારા સુંદર કલર આકૃતિઓ ઉપસાવી, સૂતળી અને સાડીમાંથી પગલુછણીયા બનાવ્યા, મહેંદી મુકાઈ, પૂંઠામાંથી કેલેન્ડર બનાવવામાં આવ્યુ,મોડેલ તૈયાર કરવામાં આવ્યા, જુદા જુદા પાંદડાઓ પર કલર કરી તેની આકૃતિઓની સફેદ કાગળ પર છાપ  ઉપસાવવામાં આવી.

એક એક  પ્રવૃત્તિમાં જોડાતા બાળકોના ચહેરા પર અદભુત આનંદની છોળો ઉછળતી જોવા મળી.ખરેખર બાળમેળો સાચે જ આનંદ મેળો બની રહ્યો.