અમારી શાળાની જીવંત ક્ષણો કેમેરાની નજરે

25 ઑગસ્ટ, 2025

ચોમાસામાં આરોગ્ય જાગૃતિ

 એક ઉમદા પ્રયાસ

આંત્રોલી સી.એસ.સી તરફથી ચોમાસાની આ ઋતુમાં મચ્છરથી ફેલાતા રોગો અટકાવવાની જાગૃતિ માટે ફિમેલ હેલ્થ વર્કર બહેનશ્રી સંતોષ કુમારી રાજપુરોહિત તથા મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર દિલીપસિંહ ઝાલા તથા ભાઈલા કૂઈ ગામના આશા વર્કરબેન શ્રી તારાબેન દ્વારા આજરોજ અમારી ભાઈલા કોઈ પ્રાથમિક શાળા ખાતે તમામ બાળકોને કેવી રીતે આ રોગચાળો ફેલાતો અટકાવી શકાય છે તથા તેનાથી બચી શકાય છે. તે વિશે સુંદર માહિતી આપવામાં આવી. ટીમ સીએસસી આંત્રોલી નો ખુબ ખુબ આભાર..






23 ઑગસ્ટ, 2025

મજબુત શનિવાર

 ભાઈલાકૂઈ પ્રાથમિક શાળા ખાતે

મજબુત શનિવાર 

લેઝીમ ડમ્બેલ્સ સાથે અનોખી સમુહ કવાયત.જયા શરીરની તંદુરસ્તી સાથે મન પણ મક્કમ બને.શિસ્તની સાથે ધ્યાન પણ વધે ને તાલની સાથે સમુહ ભાવના પણ વિકસે... મિત્ર કમલેશભાઈ,કિશનભાઇના સખત પ્રયત્નો બિરદાવવા લાયક છે...







ટ્રાન્સપોર્ટેશન સુવિધાનો શુભારંભ

ભાઈલાકૂઈ પ્રાથમિક શાળા ખાતે અંતરિયાળ વિસ્તારમાંથી આવતા બાળકોને શાળાએ સલામત રીતે પહોંચાડવા માટે સરકારશ્રીના ખૂબ ઉમદા પ્રયત્ન એવા ટ્રાન્સપોર્ટેશન સુવિધા નું આજ રોજ તારીખ 22 ઓગસ્ટ ના રોજ શુભારંભ કરવામાં આવ્યો જેમાં હમીરપુરા ના સીમ વિસ્તારમાંથી ભાઈલાકૂઈ ચાલીને આવતા 24 જેટલા બાળકોને આ લાભ મળશે. શાળા વ્યવસ્થાપન સમિતિ ભાઈલાકૂઈના સભ્યોએ લીલી જંડી બતાવી ગાડીનો શુભારંભ કર્યો. શાળા વ્યવસ્થા પણ સમિતિ ભાઈલાકૂઈ તથા શાળા પરિવારે સરકારશ્રી નો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો. 






11 ઑગસ્ટ, 2025

આપણું ઘર પૃથ્વી..સા.વિજ્ઞાન

 રાષ્ટ્રીય શિક્ષણનીતિ અંતર્ગત પ્રવૃત્તિ કેન્દ્રીય શિક્ષણની દિશામાં ખેડા જિલ્લાની કપડવંજ તાલુકા ની ભાઈલાકૂઈ પ્રાથમિક શાળા ના બાળકોએ ધો 6  સામાજિક વિજ્ઞાન વિષયમાં આવતો 'આપણું ઘર પૃથ્વી' એકમને ખૂબ રસપ્રદ પ્રવૃત્તિ દ્વારા સુંદર રીતે રજૂ કર્યો.અહીં તમામ બાળકો પોતે એક ગ્રહ બની પોતાની વિશિષ્ટતા તથા તેનું પરિભ્રમણ અને ધરી ભ્રમણ વિશે રોચક રીતે રજુઆત કરી...ગોખણિયા શિક્ષણની જગ્યાએ અનુભવજન્ય સાહજિક અને રસપ્રદ શિક્ષણથી બાળકોને શિક્ષણમા વધુ રસ લેતા કર્યા છે... સરકારશ્રીના રાષ્ટ્રીય શિક્ષણ નીતિના અમલ સંદર્ભે આ એક પ્રેરણાદાયી પગલું છે. બાળકો તથા તેમને તૈયાર કરાવનાર શિક્ષકશ્રી હરેકૃષ્ણભાઈની સખત મહેનત ને આયોજનને  અભિનંદન..






ઐતિહાસિક ક્ષણ..સરકારી માધ્યમિક શાળાનો શુભારંભ

 આજરોજ ભાઈલાકૂઈ પ્રાથમિક શાળા પરિસર ખાતે સરકારી માધ્યમિક શાળા ભાઈલાકૂઈનો શુભારંભ થયો.. જેમાં અતિથિ વિશેષ તરીકે શ્રી જે કે પરમાર સાહેબ પ્રમુખશ્રી તાલુકા પંચાયત કપડવંજ,શ્રી બીપીનભાઈ પરમાર સાહેબ તાલુકા વિકાસ અધિકારી શ્રી કપડવંજ, શ્રી મિતેશભાઇ પટેલ સાહેબ શિક્ષણ નિરીક્ષક શ્રી જિલ્લા શિક્ષણ અધિકારી ની કચેરી નડિયાદ, અન્ય તાલુકા સદસ્યશ્રીઓ, નજીકના ગામોના સરપંચ શ્રીઓ, તલાટીશ્રી, તથા નજીકના ગામોના ગ્રામજનો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા. ધોરણ નવનો શુભારંભ ધોરણ નવની જ દીકરીના હાથે કરાવવામાં આવ્યો. ભાઈલાકૂઈ પ્રાથમિક શાળાની પ્રવૃત્તિઓને તાલુકા વિકાસ અધિકારીશ્રી એ ખૂબ બિરદાવી. ટીમ ભાઈલાકૂઈને ખાસ સન્માન આપ્યું.આ સમગ્ર કાર્યક્રમનું આયોજન તથા ખર્ચ ભાઈલાકૂઈ ગ્રામ પંચાયતના સરપંચશ્રી ગઢવી સાહેબ દ્વારા કરવામાં આવ્યુ. સરપંચ શ્રી તથા તમામ ગ્રામજનોએ ભાઈલા કોઈ ગામે સરકારી માધ્યમિક શાળા શરૂ કરવા બદલ સરકારશ્રીનો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો.




સરકારી માધ્યમિક શાળાનો શુભારંભ

 આજરોજ તા 07/08/25 ને ગુરુવારે ભાઈલાકૂઈ પ્રાથમિક શાળા પરિસર ખાતે સરકારી માધ્યમિક શાળા ભાઈલાકૂઈનો શુભારંભ થયો.. જેમાં અતિથિ વિશેષ તરીકે શ્રી જે કે પરમાર સાહેબ પ્રમુખશ્રી તાલુકા પંચાયત કપડવંજ,શ્રી બીપીનભાઈ પરમાર સાહેબ તાલુકા વિકાસ અધિકારી શ્રી કપડવંજ, શ્રી મિતેશભાઇ પટેલ સાહેબ શિક્ષણ નિરીક્ષક શ્રી જિલ્લા શિક્ષણ અધિકારી ની કચેરી નડિયાદ, અન્ય તાલુકા સદસ્યશ્રીઓ, નજીકના ગામોના સરપંચ શ્રીઓ, તલાટીશ્રી, તથા નજીકના ગામોના ગ્રામજનો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા. ધોરણ નવનો શુભારંભ ધોરણ નવની જ દીકરીના હાથે કરાવવામાં આવ્યો. ભાઈલાકૂઈ પ્રાથમિક શાળાની પ્રવૃત્તિઓને તાલુકા વિકાસ અધિકારીશ્રી એ ખૂબ બિરદાવી. ટીમ ભાઈલાકૂઈને ખાસ સન્માન આપ્યું.આ સમગ્ર કાર્યક્રમનું આયોજન તથા ખર્ચ ભાઈલાકૂઈ ગ્રામ પંચાયતના સરપંચશ્રી ગઢવી સાહેબ દ્વારા કરવામાં આવ્યુ. સરપંચ શ્રી તથા તમામ ગ્રામજનોએ ભાઈલા કોઈ ગામે સરકારી માધ્યમિક શાળા શરૂ કરવા બદલ સરકારશ્રીનો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો.



રક્ષાબંધન પર્વની ઉજવણી



 ભાઈલાકૂઈ પ્રાથમિક શાળા ખાતે આજે રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી. દીકરીઓએ દીકરાઓને રાખડીઓ બાંધી. શાળા પરિવાર તરફથી દરેક દીકરીઓને ભેટ તથા દિકરાઓને ચોકલેટ આપવામાં આવી. બાળકોએ ખૂબ ઉત્સાહ સાથે રક્ષાબંધન પર્વની ઉજવણી કરી...



2 ઑગસ્ટ, 2025

ચાલો ગમ્મત સાથે ગણિત શીખીએ

 ગણિત જેવા અઘરા લાગતા વિષયને પણ સરળ બનાવી ને પ્રવૃત્તિ સાથે શીખવવાનો એક અદભુત પ્રયાસ ટીમ ભાઈલાકૂઈના નીમ્મીબેને ધોરણ છ માં કર્યો...ભાગ લેનાર બાળકો તથા બહેનશ્રી ને અભિનંદન...