અમારી શાળાની જીવંત ક્ષણો કેમેરાની નજરે

1 માર્ચ, 2025

બાળ વિજ્ઞાન મેળો

 રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી 


આજરોજ તા 28/02/25 ભાઈલાકૂઈ પ્રાથમિક શાળા દ્વારા રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી નિમિત્તે બાળ વૈજ્ઞાનિકો માં રહેલી જીજ્ઞાશા અને સંશોધનવૃત્તિને પ્રોત્સાહન આપવા માટે શાળાએ પોતાનો વિજ્ઞાન મેળો યોજ્યો. જેમાં બાળ વૈજ્ઞાનિકો દ્વારા 60 1 જેટલા લો કોસ્ટ  મોડલ તથા વિજ્ઞાન વિષય સંદર્ભિત ચાર્ટસ  માહિતી દરેક જગ્યાએ વૈજ્ઞાનિક નિયમ કામ કરે છે તે અમારા બાળકોએ બખૂબી રીતે વર્ણવી બતાવ્યું. જલોયા ક્લસ્ટરના સીઆરસી શ્રી રમેશભાઈ પટેલ તથા વાઘજીપુર ક્લસ્ટરના સી.આર.સી શ્રી શૈલેષભાઈ પટેલે ખાસ મુલાકાત લઈ બાળકોને પ્રોત્સાહિત કર્યા, તો રતનપુરા પ્રાથમિક શાળાના શિક્ષકો અને બાળકોએ પણ શાળાના વિજ્ઞાન મેળા નો લાભ લીધો. કાભાઈ ના મુવાડા પ્રાથમિક શાળા માંથી મનીષભાઈ પટેલ સાહેબે ખાસ મુલાકાત લીધી. આ તમામ વિજ્ઞાન મેળાના મોડેલ્સ ની તૈયારી કરાવનાર શાળાના ગણિત વિજ્ઞાન વિષયના શિક્ષિકાબેન શ્રી નિમ્મીબેન ભાવસારની સખત મહેનત અને સચોટ માર્ગદર્શન ઊડીને આંખે વળગે તેવું હતું. બાળકોએ ખૂબ મહેનતથી તમામ મોડેલોનું સર્જન જાતે શાળા કક્ષાએ કર્યું છે. શાળા પરિવાર વતીથી બાળકો માટે શાક પુરીનું પ્રીતિ ભોજન ગોઠવાયું. શાળાના તમામ સ્ટાફ મિત્રોએ ખડે પગે રહી આ સફળ વિજ્ઞાન મેળાનું આયોજન કરવા બદલ શાળાના આચાર્યશ્રી એ સમગ્ર ટીમને અભિનંદન આપ્યા. બાળ વૈજ્ઞાનિકોને ખાસ અભિનંદન પાઠવ્યા.