રાષ્ટ્રીય શિક્ષણનીતિ અંતર્ગત પ્રવૃત્તિ કેન્દ્રીય શિક્ષણની દિશામાં ખેડા જિલ્લાની કપડવંજ તાલુકા ની ભાઈલાકૂઈ પ્રાથમિક શાળા ના બાળકોએ ધો 6 સામાજિક વિજ્ઞાન વિષયમાં આવતો 'આપણું ઘર પૃથ્વી' એકમને ખૂબ રસપ્રદ પ્રવૃત્તિ દ્વારા સુંદર રીતે રજૂ કર્યો.અહીં તમામ બાળકો પોતે એક ગ્રહ બની પોતાની વિશિષ્ટતા તથા તેનું પરિભ્રમણ અને ધરી ભ્રમણ વિશે રોચક રીતે રજુઆત કરી...ગોખણિયા શિક્ષણની જગ્યાએ અનુભવજન્ય સાહજિક અને રસપ્રદ શિક્ષણથી બાળકોને શિક્ષણમા વધુ રસ લેતા કર્યા છે... સરકારશ્રીના રાષ્ટ્રીય શિક્ષણ નીતિના અમલ સંદર્ભે આ એક પ્રેરણાદાયી પગલું છે. બાળકો તથા તેમને તૈયાર કરાવનાર શિક્ષકશ્રી હરેકૃષ્ણભાઈની સખત મહેનત ને આયોજનને અભિનંદન..




