અમારી શાળાની જીવંત ક્ષણો કેમેરાની નજરે

10 જુલાઈ, 2025

બાળમેળો બન્યો આનંદમેળો

 🌟 ભાઈલાકૂઈ પ્રાથમિક શાળાનો બાળમેળો બન્યો આનંદમેળો💫


બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓ બહાર આવે તથા જ્ઞાનને જીવન વ્યવહારમાં ઉપયોગ કરવા માટે બાળકોને સજ કરવાના આશરે સાથે સરકારશ્રી દ્વારા બાળમેળાનું આયોજન કરવામાં આવ્યું છે.


 જેમાં ભાઈલાકૂઈ પ્રાથમિક શાળા દ્વારા આજરોજ તારીખ 8 જુલાઈ ૨૦૨૫ ને શુક્રવારે સુંદર બાળમેળાનું આયોજન કરવામાં આવ્યું. જેમાં ૧ થી ૫ ધોરણ માટે આનંદ કેન્દ્રીય બાળમેળાનુ આયોજન કરવામાં આવ્યું. જેમાં બાલવાટિકા તથા પહેલા ધોરણના બાળકોએ સુંદર રંગપૂરણી તથા ચિટક કામ કર્યું. તો  ૩ અને ૪ ધોરણના બાળકોએ ચિત્ર દોર્યા ,ચાંદલા ચોંટાડ્યા, પેપર કટિંગ કરી જુદી જુદી ડિઝાઇન બનાવી. કાળી માટીમાંથી હાથી બનાવ્યા. સુકાયેલા કેરીના ગોટલાનો ઉપયોગ કરી સુરખાબ પક્ષી બનાવવામાં આવ્યું.ધોરણ છ થી આઠના બાળકોએ વોટર કલરનો ઉપયોગ કરી થ્રેડિંગ દ્વારા સુંદર કલર આકૃતિઓ ઉપસાવી, સૂતળી અને સાડીમાંથી પગલુછણીયા બનાવ્યા, મહેંદી મુકાઈ, પૂંઠામાંથી કેલેન્ડર બનાવવામાં આવ્યુ,મોડેલ તૈયાર કરવામાં આવ્યા, જુદા જુદા પાંદડાઓ પર કલર કરી તેની આકૃતિઓની સફેદ કાગળ પર છાપ  ઉપસાવવામાં આવી.

એક એક  પ્રવૃત્તિમાં જોડાતા બાળકોના ચહેરા પર અદભુત આનંદની છોળો ઉછળતી જોવા મળી.ખરેખર બાળમેળો સાચે જ આનંદ મેળો બની રહ્યો.