ઍન્ટીક લૉક કલેકશન ..એક અદભુત મુલાકાત..
આજે ભાઈલાકૂઈ પ્રાથમિક શાળાના ધોરણ 5 થી 8 ના બાળકોને નજીકના જ ગામ હમીરપુરા (કપડવંજ)ખાતે શ્રી ધર્માભાઈ પટેલના ઍન્ટીક તાળા, ઘડિયાળ,જુના સંગીતના સાધનોના સંગ્રહને નિહાળ્યો.ભારતના યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે પણ આ તાળા સંગ્રહ નિહાળેલ..સાત ચાવી વાળુ..42 કિલોગ્રામ વજન વાળું તાળું..તથા 3500 જેટલા ખંભાતી તાળા તથા એક હજારથી વધુ તાળા અને 300 જેટલા દેશી વિદેશી કળશ..વજનિયા થી ચાલતી ઘડિયાળ..સર જમશેદજી તાતાની દુર્લભ તસ્વીર..ખરેખર આવા રસિક વ્યક્તિઓ પાસે વારસો સચવાઈને બેઠો છે...બાળકોના મુખ પર એક એક જુની વસ્તુઓ જોઈને આશ્ચર્યના ભાવ સ્પષ્ટ છલકાતા જોવા મળ્યા..બાળકોને વારસા સાથે અવગત કરાવવાનો આ નાનકડો પણ સફળ પ્રયત્ન રહ્યો.આ મુલાકાત બિલકુલ નિઃશુલ્ક.. અને છેલ્લે એમના તરફથી તમામ બાળકોને ચોકલેટ ખવરાવવામાં આવી..






