અમારી શાળાની જીવંત ક્ષણો કેમેરાની નજરે

11 સપ્ટે, 2025

કૃમિનાશક દિવસની ઉજવણી

 કૃમિનાશક દિવસની ઉજવણી ..

ભાઈલાકૂઈ પ્રાથમિક શાળામા આજે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર,આંત્રોલી માંથી ઝાલા દિલીપસિંહ ફતેસિંહ (મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર) તથા આશાવર્કર બહેન શ્રી તારાબેન દ્વારા બાળકોને કૃમિથી થતા રોગો તથા તેની શરીર પર થતી અસરો વિશે તથા ચોમાસામાં થતા અન્ય રોગો અને બાળકોમાં જોવા મળતી અમુક કાનની તથા અન્ય બીમારીઓ વિશે ખૂબ રસપ્રદ અને ઊંડાણપૂર્વક ની માહિતી આપવામાં આવી. બાદ કૃમિ ની ગોળી તમામ બાળકોને નાસ્તા બાદ ખવરાવવામાં આવી. સાથે સાથે આશા વર્કર બહેન શ્રી તારા બેને હાથ ધોવાની રીતો વિશેની પદ્ધતિ બાળકોને ઉદાહરણ સહ પ્રેક્ટિસ કરાવીને શીખવવામાં આવી. શાળા પરિવાર એ પીએચસી આંત્રોલી ટીમનો આભાર વ્યક્ત કર્યો.